શૂન્યમાં અનંત હોવું!

અત્યાર સુધી હરોળમાં એક નંબર બનવાની પ્રક્રિયામાં હતો..હવે, સમજાયું એટલે આ સ્પર્ધા માંથી જ બહાર નીકળી ગયો.હવે, સમજાયું કે,

“શુન્ય જ મારું અસ્તિત્વ છે.કારણકે આ શૂન્યમાં જ હું અનંત છું”

બતાવું આ શુન્ય ની કરામત :

૧)શુન્યને કોઈ પણ અંક માં ઉમેરો તો એનું મૂલ્ય બદલાતું નથી. એટલે કોઈ પણ તમારો ફાયદો ઉઠાવી જ ન શકે.કારણકે તમારું મૂલ્ય જે છે એ લોકના કામનું જ નથી..

2)જો શુન્ય કોઈક ની આગળ લાગે તો કોઈ અંકનું મૂલ્ય ઘટાડી શકે અને પાછળ લાગે એટલે મૂલ્ય વધારી શકે. અને શૂન્યનું પોતાનું તો કોઈ મૂલ્ય જ નથી.એટલે લોકોને તમે એક્કો બનાવી પણ શકો અને કોઈક રાજનીતિ રમતું હોય તમારી સાથે તો એને હરાવી પણ શકો..એને પોતાની શક્તિનો અહંકાર પણ ન રહે..કારણકે હું જાણું જ છું શૂન્ય નુંમૂલ્ય જ નથી

3) કોઈ અંકને શૂન્યથી ગુણો તો.. ..એટલે કે કોઈ પણ તમારા કાર્ય કે લાયકાત ને પડકાર આપે તો તમે તમારી શક્તિના ગુણનથી કોઈને પણ હરાવી શકો..કારણકે શૂન્યનો અન્ય સાથે ગુણાકાર શુન્ય જ આવે..

4) કોઈ અંકને શૂન્યથી ભાગો તો અનંત જવાબ મળે એટલે કે હું મારા જ અસ્તિત્વને પડકાર આપી કૈક પામવા મારી જાતને ખપાવું તો અનંત પામી શકું..

એટલે જ કહું છું..: “શુન્ય” પોતે જ અનંત છે.

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

2 Responses

  1. Gaurav Patel says:

    Love the Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *