“માનવના સ્વ નું યુદ્ધ માનવ સાથે?”

સ્પર્ધા અને સંઘર્ષનો જન્મ અસ્તિત્વ ટકાવવા માટે જ હોય છે પણ શાંતિ આ જ સંઘર્ષમાં છુપાયેલી હોઈ છે. માનવજાતિના સંપૂર્ણ ઇતિહાસમાં અનેક યુધ્ધો થયા ક્યાંક ‘અસ્તિત્વ ટકાવવાના ભય માટે’ તો સમયના કોઈક વળાંકે ‘શાંતિ માટે’ .આજની વિશ્વની ભૂરાજનીતિ હોય કે માનવજાતિના પોતાના કોઈ ભુભાગ માટેના સંઘર્ષ હોઈ..

આદિમાનવથી લઈને આધુનિક માનવની સફરમાં માનવ શરૂઆતમાં બૌદ્ધિક ઓછો અને અચેતનશીલ વધુ જીવતો હતો જેમાં સંસાધનના વપરાશ માટે સંઘર્ષ આદિમાનવો વચ્ચે થતો જેમ કે, એક કેળાં માટે 2 વાંદરા લડતા હોઈ એ પણ કેળાના ઝાડ નીચે..એમને બૌદ્ધિક જ્ઞાન જ નહોતું કે આ ફળ જેવા કેટલાય છે પણ એને પેલું એક કેળું દેખાઈ છે.
એટલે સવાલ એ થાય કે, સંસાધનો તો છે જ પણ આપણી બૌદ્ધિકજ્ઞાનની પહોંચ નથી કે શું? બીજો સવાલ : જે વાંદરા એ પહેલું કેળું લીધું એવું જ અનેક વાંદરાઓમાં એનું સ્થાન અધિક થયું એનું દુઃખ શું ભૂખ કરતા વધુ મહત્વનું છે? જેના કારણે સંઘર્ષ માં ઉતરવું..

એક કારણ બૌદ્ધિકજ્ઞાનની પહોંચ કેળવણીથી અને જ્ઞાનની પ્રાપ્તિથી પૂર્ણ થાય પણ અન્ય તો માનવે સ્વયં જ ઉભી કરેલી ગેરરીતિ છે જે ખરેખર માનવીના જ અને માનવતાના જ વિકાસને રુધે છે જેમ કે, પ્રથમ આદિમાનવ કે જે ચારપગે ચાલવાની જગ્યાએ બે પગે ચાલતો થયો એની હત્યા અન્ય આદિમાનવોના વડીલ અગ્રણીઓએ કરી..આ કહેવાતા આદિમાનવ જ માત્ર ધરતી પર વધુ સવાર જોયેલી એટલે અનુભવી ગણાતા..હું તમને જ્યાં લઈ જવા માગું છું એ છે તમારી અસીમ સર્જનાત્મક ના સ્તર સુધી જે માનવજાતિની દિશા બદલી શકે.બીજું કારણ જે મેં દર્શવ્યું તે માનવસમાજ જ્યારે માનવને જ તેની પ્રાકૃતિક રચનાત્મકતાથી રોકે ત્યારે પરિણમે.. પ્રથમનું સમાધાન શક્ય છે પ્રકૃતિમાં અને અન્યનું માનવ ખુદ સમાધાન છે.બીજા કારણને પરાસ્ત કરવું અઘરું કારણકે તેમાં માનવ પોતેજ કારણ અને પોતે જ સમાધાન છે…આ ચર્ચા એટલા માટે કરું છું કારણકે રાજનીતિની શરૂઆત આદિમાનવના કાળથી થઈ છે અને એમાંથી જ અલગ અલગ ભુખંડના આદિમાનવો એક બીજાની અલગ રીતે વિકસેલી રચનાત્મકતા સ્વીકારી ના શક્યા ને સંઘર્ષમાં ઉતરી ટકી રહેવા કાવતરા કરતા શીખ્યા જેને લીધે આધુનિક માનવી બનતા આટલો સમય લાગ્યો..આમાંથી જ જન્મી જાતિ , સંસ્કૃતિ , સભ્યતા અને વર્ણ પણ..

બીજી પોસ્ટમાં….”તરંગી”

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

1 Response

  1. Nikunj savaliya says:

    સાચે જ અવઢવમાં મૂકે એવી છે આપની કલમ તો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *