માતૃભાષા એટલે શું? એને પિતૃભાષા કેમ ન કહી શકાય?

માતૃભાષા એટલે શું ?

આપણી નિજભાષાને માતૃભાષા કેમ કહી હશે? મતલબ કે , પિતૃભાષા ન કહી શકાય?
પુરુષપ્રધાન સમાજમાં જે ભાષા ગળથુથીમાં મળી એને માતૃભાષા કેમ કહી?

વારસામાં પિતાનું નામ મળે , પણ ભાષામાં કેમ એવું નઇ કર્યું હોય?

ખૂબ વિચારનીય સવાલ છે , જેમાં આપણી સ્વયંની અભિવ્યક્તિ , જીવનના અસ્તિત્વની આ દુનિયા સુધી પહોંચ સુનિશ્ચિત કરતી ભાષાને પામવા આ સવાલનો જો તમારી અનુભૂતિ મારફતે ઉત્તર મેળવો તો પામી જશો …’માતૃભાષા એટલે શું?’

આ કોઈ વર્ણવી ન શકે , જેમ કહેવાય કે જીવનને વાંચીને અનુભવી ન શકાય પણ જીવીને અનુભવી શકાય. આ ધબકારાનો અવાજ દુનિયા સુધી જે રીતથી અભિવ્યક્ત થાય એ માધ્યમ -ભાષા.

સમગ્ર માનવ જાતનો ઇતિહાસ જોવો અને વાંચો તો સમજાશે કે એક આદિમાનવથી આધુનિક માનવના સમયગાળામાં ભાષા કઈ રીતે બનતી, બગડતી , કયાંક વિલુપ્ત થતી પણ અવિરત ચાલુ રઇ.એમાં માતૃભાષા કેમ અલગ ? કેમ પોતીકી લાગે? કેમ આપણી સગી હોઈ એવી લાગે?

આ તમામ સવાલોના જવાબમાં માનવજાતિની સૌથી વિશિષ્ટ અને અદભુત અનુભૂતિ છે, જે માનવી જન્મથી જ અનુભવે છે , માઁ ના ગર્ભથી જ અનુભવે..આનો ઉત્તર ‘માઁ’ છે …આ તમામ ચર્ચા હું માતૃભાષાના મર્મને સમજાવા કરી રહ્યો છે, સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓ આનાથી સાવ વિપરીત છે પણ મેં જે અનુભવ્યું છે ,એમાંથી મળેલા જ્ઞાનને આધારે હું આ કહી રહ્યો છું કે માતૃભાષા કેમ ?
અને પિતૃભાષા કેમ નહીં?

શિશુ જ્યારે જન્મે ત્યારથી બાળક બને એ નાજુક પ્રગતિમાં એક માઁ જ હોઈ જેને એ ખૂબ સારી રીતે ઓળખતો હોઈ , એ સંબંધ વિશિષ્ટ એટલે હોઈ કે એની નાળ સાથે જોડાઈને નવ મહિના ગર્ભમાં રહ્યો છે, એમાંથી જ પોષણ લીધું , જે કહો એ અસ્તિત્વ ટક્યું એના લીધે..

બાળક બોલી ન શકે ત્યારે રડતું રડતું તમામના ખોળામાં જાય પણ જેવો માંનો સ્પર્શ થઇ એનો ખોળો મળે એટલે શાંત!! એ દુનિયાના સૌથી શાંત સ્થાને હોઈ એવું અનુભવતો હશે કદાચ! આ દિલનો સંવાદ છે જે બાળક માત્ર માઁ ના સ્પર્શથી સમજી શકે છે..પિતાની હાજરીનો અનુભવ તો મગજ વિકસે થોડું વિચારતા શીખે પછી સમજી શકે છે..ત્યાં સુધી તો માં અને પિતા સામે હોઈ તો માં પાસે પેલા જસે..

પિતૃપ્રધાન સમાજમાં આ અદ્ભૂત સ્થિતિ છે જેમાં માઁ જ શીખવાડે અને સમજે કે , બાળકને શું જોઈએ છે? માઁ ની આંખની કિકી ફરે ત્યાં એ જોઈને જ બાળક શાંત , કે પોતાની માંગણી સરળતાથી કરે છે , એક સહજતામાં બાળક આવી જાય..

આ દરમિયાન જ બાળક સૌથી વધુ સમય માઁ સાથે વ્યતીત કરે છે, એવું કહેવાય છે કે , બાળક હંમેશા નકલ કરવાની ફિરાકમાં જ બધુ શીખવા માંડે પણ રસપ્રદ એ છે કે, બાળક બોલવા માટે જીભ કેમ માં હલાવે કે રાખે છે કે સ્વર કેમ કાઢે છે એ વિજ્ઞાનથી અજાણ હોવા છતાં આપમેળે પોતાની રચનાત્મકતાથી એ શીખે છે અને તોતડું કે તૂટેલું બોલે છે…

મારા મતે આ એક અદ્દભટ ઘટના છે,

જેમાં માઁ બાળકને દુનિયામાં એની રચનાત્મકતા દ્વારા જીવવાનું શીખવાડે છે ભાષાનું પહેલું પગથિયું જ સ્વયંના અસ્તિત્વની રચનાત્મક અભિવ્યકિત કરવી એક માઁ શીખવાડે છે

અહીંથી જ માતૃભાષા એવો અર્થ મારા મતે છે..આ અનુભૂતિ તમે પોતે આજથી ભૂતકાળમાં એ નાના બાળકની આંખે તમે નિહાળો એ ક્ષણને તો સમજી જશો.

આ તો સમાજ પછી ભાષાનું વ્યવહારિક જ્ઞાન આપે છે અને બાળક કકકો ઘૂંટતું થાઈ બાકી એની પાસે ભાષા છે જ .એને જો નવી ભાષા ન શિખવાડીએ તો એ સ્વયં પોતાની ભાષા બનાવી જ લેતે..

હું માનું છું કે આ જ માતૃભાષા પાછી શીખવાનો સમય આવી ગયો છે કે કે , આજે ભાષા તો મારી અને તમારી પાસે છે પણ શું તમારી એ વૃદ્ધ માં કે પિતા ની એ મૌન કે તોતડી ભાષા તમે સમજી શકો છો? જે એ માં તમે બાળક હતા ત્યારે સમજતી હતી.

શું એ માઁ ની આંખની કિકી કે સ્પર્શમાત્રની ભાષા તમે સમજી શકો છો?

આજે ભાષા તો ઘણી શીખ્યા પણ એ પ્રેમ, હૂંફ , લાગણી ને સમજતા ભૂલી ગયા.ભાષાનો ઉદેશ્ય જ એ હતો કે, આ તમામ લાગણી ઓ, પ્રેમને તમે સહજતા અને સરળતાથી અભિવ્યક્ત કરી શકો .

પરંતુ આજે ?, ભાષા એક શબ્દોનું ભંડોળ માત્ર થઈ ગયું છે, જે કોરી છે એમ લાગણીની ભીનાશ નથી.કદાચ આ એવું થઈ ગયુ છે કે , જેમ નાની નાની વાતમાં sorry બોલતા તો શીખ્યા પણ એ બોલતી વખતે એની પાછળની લાગણી તો ખોઈ બેઠા.આ વારે વારે sorry ની આદત તો સમાજે શીખવાડી પણ એ ભાવ કોણ શીખવાડે?

આ માનવતા , હૂંફ , લાગણી , અસ્તિત્વની અનુભૂતિ દિલથી અભિવ્યક્ત થાઈ એ માટે જ માતૃભાષા છે !!કારણકે એમાં શબ્દોની સાથે આ લાગણીની ભીનાશ છે.

“વિશ્વ માતૃભાષા દિવસ”

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *