બાળક , બોર્ડ કે સ્કૂલનું પરિણામ , અને સમરકેમ્પની માયાજાળ

આ વિષય પર મારે લખવું ન હતું કારણકે મેં જોયું કે , સમાજે પોતે જ અમુક ખરાબ અસર કરનારી વૃત્તિનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું છે.
–———————–———————————
વિષયનું કેન્દ્રબિંદુ છે: બાળક , બોર્ડ કે સ્કૂલનું પરિણામ , અને સમરકેમ્પની માયાજાળ….

———————————————————
સમાજમાં સારી વાત એ છે કે, વિરોધ કે અણગમો આ પરિણામની વાહ વાહ ઈ.. કરવાનો શરૂ થઈ ગયો છે..

બાળક ! શું છે આ બાળક ?

તમારા પરિણામની ભૂખ સંતોષ કરવાનું સાધન?

કહેવાતા તમારા ગ્રુપમાં પોતાનો કોલર ઊંચો રાખવા કે પોતાનું બાળક ખૂબ હોંશિયાર કે ટેલેન્ટ ધરાવે છે એવું પુરવાર કરવા સમરર્કેમ્પમાં વિવિધ પ્રવૃતિઓના વજનના પોટલાં નીચે દબાયેલું કુમળું ફૂલ?

એવો તો દુનિયાનો કેવો ડર છે તમારા મનમાં કે એક જ બાળકને તમારે dancing , drawing , spoken english , swimming.. Etc બધુ જ કરાવી લેવું છે! રોબોટ નથી માણસ જ છે અને એ પણ માણસની પ્રારંભિક કુમળી વય!

તમારી મનની સિધ્ધ ના કરી સકેલી અપૂર્ણતાની અપેક્ષા બાળક પાસે ન રાખો..એ તમારું રિમોટ કંટ્રોલ રમકડું નથી.. એની પોતાની જ ઈચ્છાઓ, આકાંક્ષાઓ એ શોધી કઈંક બની જ જશે પણ આ સ્પર્ધા .નો ખોફ એના મનમાં નહીં હોય તો..સ્પર્ધા રચનાત્મકતાને મારી નાખે છે અને મહત્વની વાત તમારે બાળકને વિશિષ્ટ બનાવવુ જ હોઈ તો શું આ ઘસાયેલી જૂની રીતોથી જેમ આખી દુનિયા કરે એમ જ કરશો તો થઈ રહ્યું પૂરું!!

બાળકને સમજો નહીં તો મોડું થઈ જશે!

એક જગ્યાએ થી ઉપાડી બીજી જગ્યાએ ..આ કલાસ , પેલા કલાસ.. બાળકને પોતાના મન સાથે વીતાવવાનો સમય જ તમેં કાઢી નાખ્યો છે..એમાં preschool વાળાએ દાટ વાળ્યો છે! (એ વિષય પર તો અલગથી જ લખવું છે)

બાળકે કેટલી પ્રવૃત્તિ શીખી કે કેવા પરિણામો લાવ્યો આ કશું જ યાદ નથી રહેવાનું! યાદ રહેશે એને મારા માબાપ મને ક્યાં લઈ ગયેલા જ્યાં હું ખૂબ ખુશ રહેલો , મારી માઁ કે બાપ હું બીમાર હતો તો માથે હાથ ફેરવતી , કઈંક સારું ખાવાનું મન થાઈ તો બહાર લઈ જતી , મને રડવું આવે તો પપ્પા મને મનવતા!! ઉનાળામાં સમર કેમ્પમાં નહીં પણ કક્યાંક પર્વત કે નદી , ઉગતો સુરજ જોવા લઈ જતાં.

આ તમામ ઘટનાઓથી બાળકની સંવેદનાઓ વિકસે છે, માઁ બાપ સાથે લાગણીનો સેતુ સર્જાય છે,પ્રેમ વિક્સે છે આ પ્રેમ જ એને ભવિષ્યમાં કઈંક કરવાની હિંમત આપશે...

બાકી તમે નાની ચડ્ડીયું પેરીને ઉઘડા દિલે શેરીઓમાં આંટા જ મારતા હતા તોય કેવા વિકસ્યાં… બાળકને જીવવા દો એ જીવવા આવ્યા છે….

બાળકને રચનાત્મક બનાવવું છે તો એને નવરુ રહેવા દો! હાસ્યસ્પદ લાગે પણ આ દુનિયામાં નવરાશમાં જ રહેતા લોકો રચનાત્મક થયાં, સફળતા સામેથી આવશે, સફળતા રચનાત્મકતાનો પડછાયો છે..

ચાલો , તથ્ય લઈને વાત કરું, આજ સુધી પ્રાચીન ભારતનાં બધા ગ્રંથો કે કળાઓ કોણે વિકસાવી?
બ્રાહ્મણો..કારણકે એમને કર્મકાંડ સિવાય કંઈ કરવાનું જ નઇ , નવરાશ …બાકી ક્ષત્રિયો , શુદ્રો ,ને તો આજીવન એક જ કામમાં બાંધી રાખેલા..આ વર્ણ વ્યવસ્થા ઘાતક હતી, નવી શોધો કરવાની આકાંક્ષાઓ બ્રહ્મણોમાં જાગી…કરણ નવરાશનો સમય!

બાળકને એની રીતે મથવા દો, રમવા દો, પાંચ માણસો સાથે એની રીતે બોલવા દો કે મસ્તી કરવા દો!..આ તો એમાંય ટોક ટોક કરવાવાળાને મેં જોયા છે , જેમના બાળકો સંકુચિત હોઈ છે!

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *