પેઢીઓ વચ્ચેનું અંતર !

બે પેઢી વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરતો આ સમયગાળો છે…એક મિત્રએ મને મારા ચિંતનશીલ સ્વભાવને કારણે સલાહ માંગી હતી ..મને થયું કે ,આ તમને પણ કામ લાગશે..

હાલ, નવી પેઢીના મારી જેવા યુવાનો ઘરના સભ્યો સાથે 2 મિનિટથી વધુ વાત નથી કરી શકતા અને એમાં પણ ફોનમાં 2 મિનિટ વધુમાં વધુ થાય..આવું ખાસ મા બાપ અભણ અને સામન્ય હોય એમની સાથે વધુ થાય છે..

યુવાનોને એટલું જ કહેવાનું કે, તમારું 10 મીન રોજનું માં બાપ કે પરિવારને આપેલું એટેન્શન બધી સમસ્યાનું સમાધન છે..તમારા પપ્પાને તેઓ જે કામ કરતા હોય એ વિસે પૂછો : કેવો રહ્યો દિવસ? શું ભાવ છે કપાસનો?

ગમે તે પૂછો પછી ભલે તમને એ વાત માં રસ જ ન હોય..આનાથી એક સંવાદ બનશે..જે ધીરે ધીરે કલાકો સુધી થતી વાતો માં પરીનમસે.. શરૂઆત કરો..પછી જુઓ…તમને પરિવાર ના બધા સભ્યો ગમશે અને સમય કાઢવો નહીં પડે..એ લોકો સાથે સમય નીકળી જશે..

‘સંવાદ’નો અભાવ પારિવારિક સમસ્યાઓ નું મૂળ છે..કારણકે પરિવાર ના સભ્યો પોતે એક બીજા પ્રત્યે મનમાં બનાવેલી છબીથી વર્તવા લાગે છે..એટલે ‘સંવાદ’ વધારો..

‘સંબંધ’ એવો હોવો જોઈએ કે તમે કૈક ખોટું કર્યું હોય તો પણ તમે કહી શકવા જોઈએ.
જેમ કે, તમે સિગરેટ કે કાંઈ વ્યસન કરતા હોય અને તમને છોડવું હોય તો તમારા પપ્પા ને તમે કહી શકવા જોઈએ….આવો વિશ્વાસ હોવો જોઈએ..જીવન હળવું થઈ જશે..પછી ગમે તેટલુ દોડવાનું હોય સરળતાથી દોડી શકશે…

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *