પિતા એક જીવન!!

‘પિતા’ એ કોઈ શબ્દ માત્ર શબ્દ નથી …જવાબદારી છે, એક જીવન છે, પ્રેમ માં પરિવાર માટે પોતાનું બધું જ -ઈચ્છા , શોખ , આંકશાઓને ત્યાગ
કરવાનું એક જીવન છે..

પિતા એક એવું પાત્ર છે આપણા સમાજવ્યવસ્થાનું જેની અવગણના ખૂબ થઈ છે..જોઈએ તેટલું મહત્વ નથી અપાયું..માં વિશે ખૂબ લખાઈ અને બોલાઈ પણ પિતા વિસે એટલું હજુ નથી…લખાયું.. બોલાયું…
પિતા આખા જીવન દરમિયાન દુનિયાના ઘા સહે પણ પરિવાર માટે ઢાલ ની જેમ બની ને ખીલેલા ફૂલ જેવો આનંદમાં છે ..એમ હંમેશા ભેગ ધરે..

સૌથી કપરી પરિસ્થિતિ એક પિતા માટે દીકરો 21 વર્ષનો થાય ત્યારે હોઈ કારણકે પિતા પુત્ર વચ્ચે વિચારો ની વિરોધાભાસ દેખાવા લાગે..એ સામન્ય પણ છે જનરેશન ગપને લીધે…પણ અમુક સ્થિતિમાં પિતા હવે જૂની પેઢીના થઈ ગયા હોય એવું અનુભવે પણ કાઈ કરી ન શકે..થોડો પ્રયત્ન કરે સેટ થવાનો પણ 21મી સદી ના દીકરા જેટલી ગતિ તો ન જ પકડી શકે..આવા સમયમાં યુવાનોને ખાસ અપીલ કે તમારો થોડો સમય કે પ્રેમ એમને આપો એટલે પિતાને એનું સર્વસ્વ જીવન સાર્થક લાગે ..બાકી તમે કરોડ કમાઈને આપશો તોય એના માટે એ રાખ બરાબર હશે..અમુક પ્રેમ ને તમારે અભિવ્યક્તિ આપવી જોઈએ જેથી પિતાને નવું જીવન મળવાનો અહેસાસ થાય..

ગમે તેવો કઠોર દિલનો પિતા કેમ ન હોઈ , જે જીવનની કોઈ પણ મુસીબતમાં રડ્યો ના હોઈ એ દીકરીની વિદાઈ માં આંસુ રોકી જ ન શકે..આ પ્રેમ સમજવો અઘરો છે… એટલે જ કદાચ આ પાત્ર ની અવગણના થઈ છે…

અંતમાં એટલુ જ કે,તમે જેવા છો સારા , ખરાબ પણ તમારા પિતા માટે તમે જ હીરો છો અને તમે જ તમારા પિતાની આખી જિંદગીની મૂડી..

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *