ધંધાની સફર- ‘ idea’ થી              ‘product’બનાવવાની મથામણ

આપણે તો ધંધો કઈંક મોનોપોલીવાળો કરવો છે!

આપણે જીવનમાં કઈંક મોટો જ ધંધો કરવો છે એ પણ વિનિર્માણક્ષેત્રમાં (manufacturing businesssector)!!

આવી લાઈનો તમને અવારનવાર ગુજરાતીઓના મોઢે સાંભળવા મળે અને આજના યુવાનોનું દિલ પણ કઈંક આવુ જ ઈચ્છે છે

ચાલો આ ધંધાની સફરને આગળ વધારીએ,

કોઈ પણ પ્રોડક્ટ વાસ્તવિક બને એ પહેલાં મગજમાં જ બનતી હોય એ છે ,જે કંઈપણ શીખવાનું છે એ માનસિક મથામણમાં છે.’idea’ કે ‘વિચાર’ વિશે ધીરુભાઈ અંબાણીનું આ વાક્ય વાંચવાલાયક છે:

“Idea પર કોઈની મોનોપોલી નથી હોતી અને વિચારો પર કોઈનો અધિકાર નથી.”
– ધીરુભાઈ અંબાણી.

આ માનસિક મથામણને વધુ સ્પષ્ટતાથી સમજીએ.
આજે રેસ્ટોરાંમાં જઈએ એટલે પહેલા મિનરલ વોટરની બોટલ મંગાવીએ છીએ.કોઈ મીટિંગ હોય તો ટેબલ પર આ બોટલો ગોઠવીએ છીએ.આ જોઈને તમને વિચાર આવ્યો છે કે આ પાણીને પણ વેચવાનો વિચાર કોઈકને આવ્યો જ હશે.તમારા મનમાં ‘બીસ્લેરી વોટર ‘ નું નામ પહેલા આવશે કારણકે આ કંપનીએ ભારતમાં સૌથી વધુ પેકેજડ વૉટર સામાન્ય લોકોમાં વેચી પ્રચલિત બનાવ્યું.હવે તમને કહું કે આ વિચાર પાણીને વેચવાનો આવ્યો ત્યારે આ કંપની ને પણ ઘણી તકલીફ પડી.ફન્ડિંગ ન મળ્યું.લોકો વિચારતા હતા કે પાણી કોઈ થોડું ખરીદે.પરંતુ આઈડિયા પર ભરોસો રાખ્યો અને પાણીને પણ વેચી બતાવ્યું.

એટલે તમારો આઈડિયા ગમે તેટલો લોકો વખોડે પણ તમને જો એની જરૂરિયાત લોકોને છે એ ઓળખાઈ જાય તો કામ શરૂ કરો.તમે સાચા જ રસ્તે છો. આ trial and error method જ છે.આજ રીતે નવી પ્રોડક્ટ બધી માર્કેટમાં આવે છે અને મોનોપોલી માં ગણાય છે.પછી લોકોને આ પાણી લેવું મોંઘુ પડતું એટલે કોઈને વિચાર આવ્યો કે પાઉચ બનાવીએ તો..તો..વળી પાછો વિરોધ…કારણકે ભારતમાં માન્યતા એવી હતી કે ચોકલેટ, વેફર વિ. વસ્તુ જ પેકેટ માં આવે..અને આજે જોવો આ pakaged water સાવ સામાન્ય થઈ ગયું છે.

હાલનું ઉદાહરણ – ‘ FOGG ‘નું નામ સાંભળ્યું હશે જ …એનું આખું નામ છે ‘friend of good guys ‘..Deo બધા જ જલ્દી પુરા થઈ જાય એટલે દર્શન પટેલને વિચાર આવ્યો કે એવું કંઈક કરીએ કે deo લાંબો સમય ચાલે. એમાંથી ગૅસ ઓછો કરી આ પ્રોડક્ટ બનાવીને વેચી અને માર્કેટમાં થોડા જ સમયમાં brand પણ બની ગઈ.

હવે,સૌથી મહત્વની વાત જરૂરિયાત ઓળખવાની છે અને પછી આવતા idea ને product માં બદલાવાની છે.આ માનસિક મથામણ જ છે જે કઈંક નવું લાવી શકે પણ આ સફર સમાજના સ્વીકાર કે અસ્વીકારના ડરથી અટકી જાય અને ઘણી રચનાત્મક પ્રોડુક્ટનું મનમાં જ મૃત્યુ થાય. એક વાર તમને આવતા આ વિચાર પર મક્કમ થઈ જાવ પછી તો ધંધાની દોડમાં જવાનું જ છે પણ આ માનસિક મક્કમતાની પહેલા જરૂર છે .

આમ પણ ગાંધીજી એ કીધું હતું કે ,

તમારા નવા વિચારોનું દુનિયા પહેલા ઉપહાસ ઉડાવસે પછી વિરોધ કરશે અને છેલ્લે અપનાવશે..

પણ તમે તમારા પર થતી ટીકાથી ડરશો તો જીવનમાં નવું કાઈ જ નહીં કરી શકો એટલે ધંધાની માનસિક સફરને આગળ ધપાવો અને ‘idea’ ને પ્રોડક્ટમાં બદલો , જુઓ નવો ધંધો તમારી રાહ જોઈ રહ્યો છે.

હવે, મોનોપોલીવાળો કે એવો કંઈક ધંધો વિચારતા હોવ તો એ કંઈ રાતો રાત થવાનો નથી, કારણકે તમે જરૂરિયાત ઓળખી લો પછી એને સાવ નાનાસ્તરે
પ્રોડક્ટ બનાવી વેંચતા શીખો.જેમ કે, તમે બોલપેન બનાવતા શીખ્યા હોવ તો એક સાથે એક લાખની જગ્યાએ 10 પેન વેંચતા શીખો, આજે 10 વેચી શકશો તો કાલે 10000 ય વેચી શકશો.શરૂઆત નાનામાં નાના સ્તરે કરવી.

હવે, આવી લોકોની જરૂરિયાત તો ઘણી હોઈ તો કઈ પ્રોડક્ટ તમારે બનાવી જોઈએ એ શીખવા જેવી કળા છે વિચારોના ઘોડા દોડવજો:

ચાલો , માની લો કે તમે wedding planner છો અને તમને ખબર પડી કે , લગ્નમાં દુલ્હન કે દુલ્હાના ઘરવાળાને બ્યુટીપાર્લરમાં લેવા જવામાં અને એમને ઘરે આવ્યા પછી કઈંક સુધારા કરાવવામાં પાર્લરની સર્વિસ સારી નથી મળતી..તો તમને આમા કાંઈ ધંધો દેખાઈ છે?

ચાલો બતાવું, તમે બ્યુટીપાર્લરની તમામ ફેસલીટી ધરાવતું એક વેન બનાવી એને ભાડે આપી શકો છો .એક જ પાર્લરવાળા પાસે ઘરની તમામ સ્ત્રીઓ આ મોબાઈલ વેનમાં તૈયાર થઈ શકે છે..લેવા જવાની મગજમારીથી છુટકારો એટલે ઘરના પુરુષો ખુશ અને destination wedding કે ફાર્મમાં થતા લગ્નમાં ready થવા માટેની ઉત્તમ સુવિધા.

બસ, આવું જ કઈંક brain storming કરો, પ્રોડક્ટ કે સર્વિસનો નવો ચીલો પાડો.માત્ર બે સામાન્ય સિદ્ધાંત :
1 )જરૂરિયાત ઓળખો
2)નાનામાં નાના સ્તરે શરૂઆત કરો.

તો કરો આ માનસિક મથામણ અને વિચારોના ઘોડા દોડાવો અને માણો ધંધાની સફરને!!


Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *