તમે બુદ્ધિજીવી કે ક્ષણજીવી?

શું તમે જીવનને જીવવા કરતા જીવનની ફિલોસોફી વિચાર્યા કરવામાં વ્યસ્ત રહો છો?

શું તમે આ વર્તમાનની ક્ષણો માણવાની જગ્યાએ પરિસ્થિતિનું અવલોકન કર્યા કરીને વર્તમાનને પસાર કરી દો છો?

જવાબ હા હોઈ તો , ઘણું બદલવાની જરૂર છે. જીવન એક અવસર છે ,જેનો જન્મ થાય એ દરેકને આ અવસર મળે પરંતુ જન્મ પછી જીવન ખૂબ ઓછા લોકો જીવે છે.મૃત્યુ જીવનનું સત્ય છે એટલે જ તો જેટલું જીવો એટલું જીવનને માણો.બુદ્ધિજીવી એ માત્ર ફિલોસોફીની રમતમાં અટવાયા કરે છે પણ ક્ષણજીવી?

ક્ષણજીવી દરેક ઘટનાને ભરપૂર સ્વીકારે છે, જીવે છે, માણે છે.દુઃખ હોઈ , તકલીફ હોય, મજા હોય કે કોઈ પણ ઘટના હોઈ એ માણે છે જેથી તેના જીવનની સાર્થકતા બને છે.દરેક ક્ષણજીવી બુદ્ધિ જીવી હોઈ શકે પણ બુદ્ધિજીવી ક્ષણજીવી બને એ ભાગ્યે જ જોવા મળે છે!

“વિશ્વમાં એક એવી અદાલત હોવી જોઈએ જ્યાં દર ત્રણ વર્ષે મનુષ્યે અદાલતમાં આવી સાબિત કરવું પડે કે તે ત્રણ વરસ જીવ્યો એની સાર્થકતા કેટલી? ”

-બર્નાર્ડ શો

આ વાક્ય બર્નાડ શો મજાકમાં જ બોલેલા પણ ઘણું શીખવાડી જાય છે.જીવન જીવવું હોઈ તો પહેલા જીવનની તમામ ફિલોસોફીને મગજમાંથી બહાર ફેંકી દો અને જે ઘટનાઓ આ નિયતિ તમને આપે તેમાં તરબોળ થાવ ! પછી જુઓ જીવન એક નશો બનશે. જીવનની પડતી ,તેનો વળાંકના સાક્ષી બનો.જીવન વસંત જેવું લાગશે!એક કવિની કલ્પના અને મુવીની કહાની જેવું!જેમાં આવનારી ક્ષણે અનિશ્ચિતતા હશે પણ એનો તમને ડર નહીં ઉત્સાહ અને ઉમળકો હશે!

આજ કાલ લોકો પોતે બુદ્ધિજીવી છે એ બતાવવામાં ગર્વ અનુભવતા હોઈ છે એટલે તમે એમને મળો એટલે એમની ફિલોસોફી ચાલુ! હું પણ અત્યારે આ લેખમાં એ જ કરી રહ્યો છું કદાચ!!પણ તમને હું કેમ જીવવું એ નહીં કહું એ તમારો નિર્ણય છે.આ દંભ માત્ર છોડો , આ બુદ્ધિજીવીની ખેવના છોડો.. એ હું કહીશ.. કારણકે જીંદગીની પરીક્ષાના સવાલો બધાના અલગ હોય છે તો જવાબ એકસરખા થોડા હોઈ!

Image source : internet

આજની પેઢી જીવનને મોબાઈલનના ટેરવે નચાવે અને પોતાની તમામ ક્ષણોને મેમરીમાં રાખવા વીડિયો ઉતારશે!!અરે! પોતે મેચ જોવા ગયા હોઈ પણ એમનું ધ્યાન મેચના એક સીનને રેકોર્ડ કરવામાં હોઈ!! એ તો ટીવીમાં રેકોર્ડ થઈને આવશે જ , પણ જીવનની જે ક્ષણ ત્યાં મેચનો આનંદ લેવા આપી છે એમા તો ભીનો થા!!હું કોઈ દોષારોપણ કરવા નથી માંગતો પણ એક અમૂલ્ય ક્ષણમાં તમે ડૂબી જુઓ ! તરબૉળ થઈ જાવ!વર્તમાનની લાગણીના , ઘટનાના વરસાદમાં ભીંજાવ અને જીવનની સાર્થકતા અનુભવો.

એક ક્ષણજીવી હંમેશા સાર્થક હોઈ શકે પોતાના જીવનથી અને મૃત્યુનું સત્ય જ્યારે આવે ત્યારે કહી જ શકે પોતાની જાતને કે ,

“હું મન મુકીને ક્ષણોને જીવ્યો છું, અફસોસ નથી આ જીવનથી કે નથી ફરિયાદ”

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *