કરો યારી અને જીવો યારીમાં!!

મિત્ર, ભાઈબંધ , દોસ્તાર ને આ બધાથી ય આગળના નામો-

ટોપા , પોપટ ,હરામી ને હજુ વધુ ગાઢ મિત્ર હોઈ તો-

લગ્ગા , લખોટાને સુરતી style માં ગાળ થી જ બોલાવાનો રિવાજ..

આ બધા મિત્રો વગર દુનિયા વિચારો તો ઘી વિનાની પુરણપોળી ..
પ્રસંગ સારો હોઈ કે ખરાબ પેલ્લો ઘરે આવે ને છેલ્લે જાય એ મિત્ર..
આપડે કિધેલા કામ સિવાયના બધા કામ કરે એ મિત્ર..

ડખા કરવામાં માહેર હોઈ અને છટકી જવામાં એને કોઈ ના પહોંચી શકે..આપડે સલવાઈ જવાના હોઇ ત્યાં એ નીકળી જાય …
તમારી પાછળ બાઇક પર બેસવા હંમેશા તૈયાર હોય પણ પેટ્રોલ કોઈ દિવસ ના પુરાવે..કોલેજની કેન્ટિન માં નાસ્તો કરવામાં આગળ અને બિલ આપવામાં કાર્ડ કે વૉલેટ ઘરે ભૂલી ગયો હોય…

મૂવી જોવા માટે સવારે 8 વાગ્યાના શૉ માં આવવા રેડી હોઈ ને રાતે 12 વાગે રખડવામાં ય સાથે..પડછાયો બની ગયો હોય એમ લાગે પણ એની વગર કાંઈ મજા નહીં..

સાથે ફરતા , સાથે જમતા ખબર નહીં કેમ એટલા નજીક આવી જતા હોય છે કે ઘરે જાવ તોય સાલાઓને ફોન કરવાનું મન થાય.. એમાંય હોસ્ટેલના મિત્રો એટલે ટોમ એન્ડ જેરી .એક બીજાની ખેંચવીને પછી ખડખડાટ હસવું…મહિનાના છેલ્લા અઠવાડિયે ચાલતી ઉધારી..કોઈ પાસે ખિસ્સામાં રૂપિયા ના હોઈ તો ગરીબોનું અન્ન એટલે મમરા ય બધા સાથે મળીને ખાતાં… તો ય pizza જેવો જ સ્વાદ લાગે..

દોસ્તી વગર બધું વ્યર્થ છે.જે ક્ષણો મિત્રો સાથે મળી છે એને માણી લ્યો.

કાલે સવારે આ ઉમર ય નીકળી જશે તો ‘દોસ્તી’ ને ‘ભાઈબંધી’ વિચાર બનીને રહેશે..

કરો યારી અને જીવો યારીમાં..

-‘તરંગી’

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

3 Responses

  1. Mahesh says:

    આ વૉલેટ ભૂલી જવા વાળો અમદાવાદી દોસ્તાર લાગેસ…..

    • Dhola Jaykumar says:

      અમદાવાદી રંગ તો બતાવે જ!!પણ દોસ્ત હોઈ એટલે કયારેક એને ય ઘા માં લઇએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *