એ છવાઈ ગઈ!

હું પાનાં ફેરવતો રહી ગયો,
એ હસ્તાક્ષર બની છવાઈ ગઈ!

હું ફૂલોને સજાવતો રહી ગયો,
એ મહેંક બની છવાઈ ગઈ!

હું અંધારામાં સૂરજ શોધતો રહી ગયો,
એ ચંદ્ર બની છવાઈ ગઈ!

હું પ્રેમને વાંચતો રહી ગયો,
એ પ્રેમની કવિતાઓમાં છવાઈ ગઈ!
-‘તરંગી’

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *