‘એકાકી અને સર્વવ્યાપી’

સંગીતની સફર ને મનની ઉડાન વચ્ચે રચાતું વર્તુળ
જ્યાં ભાવનાઓ પ્રબળ અને શબ્દો ઓછા
કેમ જાણવું તને , તારી રચનાને

કલ્પના ઓછી પડે ને
ક્ષિતિજનો અણસાર આવ્યા કરે,
આ બધાની વચ્ચે મધદરિયે
સંતુલિત રાખી નાવડી પામવા બેઠો તને,
પણ જાણ્યું કે છે મૃગજળ જેવુ આભાસી

અટવાયો કે નીકળ્યો એ અંધારી ખીણમાંથી
જાણવું કેમ કે, જીવંત છું?
હૃદય ધબકે , સ્પર્શને અનુભવાય પણ
લોકોને રસ્તો દેખાય ને મને
રસ્તાના આસપાસની વસંતના અવશેષો,
હું ખોટો કે મારી દ્રષ્ટિ કે આ લોકોની જીવવાની રીત
છે ટકરાવ પણ કંઈક એકાકી છે..

જે એકમાંથી બે ન થાય
પણ એકમાંથી એક બને ..

જે પામે એ જ જાણે આ શું છે?

-“તરંગી”

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *