એકલતાનો પડકાર

દરેક લોકો ઝીલતા જ હોઈ છે એ એકલતા , આ એ જ સમય હોઈ છે જ્યાં તમે તમારામાં ગૂઢ સત્ય કે અસ્તિત્વને મેળવો કે પડકાર આપો છે.
કોઈને રચનાત્મકતા જડે તો કોઈને પોતાની ખોવાયેલી ઝીંદગી મળે , એકલતા અનુભવવી એ પણ એક મજા છે , જ્યાં જીવનની તમામ ખોવાયેલી ચાવી હોઈ છે, કોઈક ને પોતાના જ સ્વભાવની ચાવી મળે ..હું
જે અનુભવું એ કૈક એવું છે જેમાં રંગોનો રાગ ગોઠવાતો ને સુર પકડતો જોવ છું, ક્યારેક ખુદની જ બની ગયેલી ધારણાની બંધનની ગાંઠ જોવ છું. તોડીને નવું માનસિક વલણ અપનાવવા કોશિશ કરું છું..જ્યાં યુદ્ધ હોઈ મગજ અને હૃદય વચ્ચે.. જ્યાં દેખાતા મૌન પાછળ તર્કો નું ઘમાશાન ઘેરતું હોઈ..પણ હા , નક્કી કરી લીધા પછી છોડતો નથી મારા નિર્ણયને..

ઘણું શીખ્યો આ એકલતામાં..ક્યાંક શબ્દોથી પ્રગટ થતી ભાવનાઓ પામ્યો, ખુદની અંધારી અક્ષમતા ને અડ્યો અને આ કોચલા તોડી આગળ ડગ માંડતો રહીશ..દિશા એક જ છે..લક્ષ્ય ક્યાં છે ખબર નહી પણ આ દિશામાં છે એ નક્કી છે..

એકલતામાં ય હવે મજા આવે છે.ખુદ ને જાણતાં – પરતો ખોલતા કંઈક નવીન મળે છે..

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

1 Response

  1. Rishit Sheth says:

    Nice work and nice words..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *