અસ્તિત્વ

કેટલાક પરીણામો લાયકાતો પર સવાલ ઉભા કરી નાખે , અસ્તિત્વ શું કામ છે એવા સવાલ પણ થાય કારણકે જે સાવ સામાન્ય કહેવાય એવું પરિણામ પણ ના આવે ..

શું આ પરિણામ ભ્રમ તોડવા માટે હોઈ છે કે અસ્તિત્વની નવી ઓળખ પામવા…?

જવાબ શોધવા કરતા અસ્તિત્વની ભેદરેખા ઓળંગવી એ જ આપણા હાથમાં હોઈ છે.કદાચ મર્યાદાને પામવું એ પણ અમર્યાદિત થવાનું પહેલું પગથિયું હશે.

અસ્તિત્વ ઝૂલતું હોઈ છે ક્ષમતા અને અક્ષમતા વચ્ચે..પણ મને એવું લાગે છે કે, ક્ષમતા અને અક્ષમતા વચ્ચે માત્ર સમયનો જ ફરક છે.હું આજે જે છું તે એ જ રહીશ .પણ સમય અસ્તિત્વને ઓળખ આપશે, જે ક્ષમતા વધતા દેખાશે…અસ્તિત્વનું આકલન મારું શેનાથી થયું છે એ ખબર નથી પણ અસ્તિત્વને પડકાર મળ્યો છે એ સ્વીકાર્યો…

કરતો રહ્યો સવાલ અસ્તિત્વને,
જવાબમાં મળતી રહી નિયતિ !!

અસ્તિત્વ
Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *