Episode : 1 (મારી ઓળખાણ?)

માત્ર ચશ્માં કે લાકડી જ મારી ઓળખાણ છે?

ના, ઘણું બધું છે ઓળખાણ આપવામાં પણ નવી પેઢીને બધું જ ઓછા સમયમાં અનુભવી લેવું છે એટલે મારી ઓળખાણ હું આપું કઇ રીતે?

માટીને પકવતા એમાંથી ઇંટ બનતા વાર તો લાગે એવું જ પ્રેમનું છે પણ મારી ઓળખાણ કેમ આપું?

હું માત્ર ચશ્માં કે લાકડી નથી..

કે પછી પગ કે હાથ દુઃખવાના કારણ બતાવતો માણસ નથી , મારી ઓળખાણ કેમ આપું?

લોકો કહે છે અશક્ત શરીર અને ધ્રુજતા હાથ સાથે કાંપતો અવાજ મારી ઓળખાણ છે?

હું કોણ છું મને ઓળખો છો?

તમારા સ્માર્ટબેન્ડની જગ્યાએ ઘડિયાળ વાપરનાર પેઢી , ના હાથમાં દાંતરડું લઈને ખેતરમાં કામ કરનાર અભણ પેઢી એટલે હું જ…

લાચારીમાં જીવું છું ..હા, વૃદ્ધત્વ કરતા પણ પ્રેમની લાચારી અતિશય છે.કયારે સમજશે આ પેઢી કારણકે આ છેલ્લી પેઢી જોઈને તો આ સફર પુરી થઈ જશે મારી.

લાચારી પ્રેમની છે , નબળાઈ પણ પ્રેમની જ છે.જુઓને આ પેઢી કેટલી સ્માર્ટ છે મારે મારો જ પ્રેમ કહેવો પડે છે, પ્રેમ તો આજીવન મેં આપ્યો પરિવારની બે પેઢીને.. આ વૃદ્ધત્વ પાસે મારી લાચારી વિશે સાંભળવું હોઈ તો ધીરજ રાખજો…

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *