Category: Season 1:- પ્રેમની ઝંખના : વૃધ્ધત્વ

Season 1:- પ્રેમની ઝંખના : વૃધ્ધત્વ

સવાલો હશે કે આ શું છે?

તો એટલું જ કહીશ કે, દર અઠવાડિયે એક એપિસોડ લખીને પોસ્ટ કરીશ મારી વેબસાઈટ અને મારી fb timeline માં..મૂળ સવાલ આ શું છે?

જવાબ :

સમય ખૂબ જ ઝડપી ખર્ચાઈ રહ્યો છે અને એક પેઢી એવી છે જે હવે બસ ખર્ચ થઈ જવાની તૈયારીમાં છે જેને એક ઝંખના છે – પ્રેમ અને હોઈ જ ..કેમ ન હોઈ પોતાનું સર્વસાવ લૂંટાવીને ઉછરેલા પરિવાર જનો પાસે પૈસા , ઘર , જમીન ક્યાં માંગે છે?પ્રેમની ઝંખના છે…એને તો..

હવે એ કઈ રીતે અને કેમ ? એ તમે અનુભવ્યું જ છે પણ આ મોડર્ન સમયનાં આનંદ વિલાસ કે સ્પર્ધાની થપાટોના લીસોટા મનમાં અને મગજમાં એટલા ઘાટા ઘૂંટાઈ ગયા છે કે , એક પેઢીની ઝંખના શું છે?
આપણી જવાબદારી માત્ર તેમનું ધ્યાન રાખી , ત્રણ ટક જમાડવા પૂરતી નથી કાંઈક વિશેષ પણ છે જ..

બસ, તો આ વાતોને તમારી સમક્ષ ટૂંકમાં અને સરળ ભાવનાઓમાં રજૂ કરીશ..

તો દર રવિવારે આ season નો એક એપિસોડ લખીશ અને હા, તમારા સમયની કદર છે જ એટલે ટૂંકમાં , ખૂબ જ ઓછી વાર scroll કરવું પડે એમ જ લખેલું હશે