ઘાયલ

કાળી પાટી અને સફેદ કાગળમાં અક્ષરો ઘૂંટતા -ઘૂંટતા હવે ઘાયલ મનમાં ઘૂંટાય છે,

શું મળ્યું આ વાંચેલા થોથાના ભારથી,
જીવન વાંચવામાં ઘાયલને જીવવું ભુલાતું જાય છે..

સમય તો કેવો વહે છે જોને,
બાકી દિવસો ગણવામાં ક્ષણો જીવવાની ભુલાઈ છે.

કયા અંતને મનમાં લક્ષ્ય બનાવી બેઠો છું,
જીવવાની શરૂઆત જ અંત બની ગઈ છે!

શબ્દો ખોલતા ખોલતા વિચાર બની ગયો છું,
પાનાં પર શું ઉતારું જીવનનો કાગળ જ કોરો રઇ ગયો છે!

પૂછો તો ખરા ઘાયલને શું થાય છે?
દિલમાં ડોહળાતો અવાજ અશ્રુ બની ગાંગરે છે,
હાડમાંસના પૂતળામાં ધબકતું દિલ પથ્થર બન્યું છે..

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *