ગુજરાતી એટલે?

ગુજરાતી એટલે માત્ર ‘ઢોકળાં , ખાખરા ,ઊંધિયું …નહીં’
ગુજરાતી એટલે માત્ર ‘ગરબા’ નહીં

ગુજરાતી એટલે એક એવી પ્રકૃતિ કે જેને માણવી હોય તો ગુજરાતીને ત્યાં જ જન્મવું પડે… પણ હાલ જે લોકો ગુજરાત માં રહે છે વર્ષો થી એ પણ ગુજરાતી થઈ ગયા છે..એનો સ્વભાવ પણ ‘મોજીલો’ થઈ ગયો છે..કારણકે ગુજરાતી ઓને ટેન્શન લેતા આવડતું જ નથી…એને માત્ર મુંજાતા જ આવડે .. પણ ‘મુંજાતા’ શબ્દ માં પણ ‘મોજ’ શબ્દ રહેલો છે… એટલે ગુજરાતી ઓ પણ એવા જ છે..મૂંઝવણમાં ય મોજમાં રહેવા વાળા.

થોડા સમયથી જે વાયરલ થયેલું ગુજરાતી વાક્ય:

‘જો બકા તકલીફ તો રહેવાની’…
આવુ સરળતા વાળું વાક્ય કોઈ ભાષા માં નથી જે કોઈ પણ પરિસ્થતીને મોજ માં ફેરવવાની હિંમત આપે..

ગુજરાતના બહારવટિયા જે થઈ ગયા એ પણ એવા ચારિત્ર્ય વાળા કે તેઓ મહિલાઓની શરમ ભરતા અને મહિલાઓ નું રક્ષણ કરતા..જેમ કે, ‘જોગીદાસ ખુમાણ’

બસ, આ જ છે સાચું ગુજરાતી પણું..

મીઠી ને તીખી વાનગીઓ સાથે ખાય જેમ કે , જલેબી-ફાફડા ને મરચાં ..અને જીભે રાખે મીઠાસ ..આવું અલાયદું ગુજરાત કોને ન ગમે..જ્યાં સૌરાષ્ટ્રમાં છાશ ના દરિયા ઘરે ઘરે હોય અને મહેમાન નવાઝી તો સ્વર્ગની જ અનુભૂતિ કરાવે

“જયા જ્યાં વસે ગુજરાતી , ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

2 Responses

  1. Rishit Sheth says:

    Very good. ગુજરાત અને ગુજરાતી નું ગૌરવ વધારતું આ સુંદર રચના માટે આભાર..!! Keep it up. Looking at the positive side is the way to go..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *